પરિચય

ધીરજલાલ પુરુષોત્તમ દેસાઈ (ચૈતન્ય પ્રિય)

કાર્ય ક્ષેત્ર :

સોનગઢ, ઉગામેડી, ભાવનગર માધ્યમિક શાળાઓ, લોકભારતી સણોસરા -બી. એડ કોલેજ, વિજ્ઞાન અધ્યાપક તથા પ્રિન્સીપાલ, ૬ વર્ષ માધ્યમિક શાળા +૩૧ વર્ષ બો.એડ કોલેજ.

શિક્ષણ કાર્ય :

વિજ્ઞાન, ગણિત, મૂલ્યાંકન, શૈક્ષણિક તત્વજ્ઞાન, સમસ્યાઓ , શૈ. પ્રવાહો, એજ્યુકેશનલ  ટેકનોલોજી, આંકડાશાસ્ત્ર વગેરે અનેક વિધ વિષયોનું શિક્ષણ કાર્ય.

સેવાકાલીન પ્રશિક્ષણ :

દિલ્હી, મુંબઈ, ઇંદોર, ઉદયપુર, વડોદરા,  અમદાવાદ,સુરત, દ્વારકના રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય  કક્ષાના  ૪૦ જેટલા ૪૦ જેટલા સેમિનાર્સ, વર્કશોપ.

પેપર્સ રજૂઆત :

લો કોસ્ટ ફોટોગ્રાફી મીડિયા, એજ્યુકેશનલ વેલુંઝ, વર્ક સેન્ટર્ડ એજ્યુકેશન, સફળ શિક્ષક, પ્લાનીંગ ઓફ એજ્યુકેશનલ મેથડ્સ વગેરે પેપર્સ સેમીનાર્સમાં રજૂ કર્લ છે.

શાળા કોલેજોમાં વ્યાખ્યાનો :

પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં ફ્ન પ્રોગ્રામ્સ, મનોવૈજ્ઞાનિક પ્રયોગો, મનોવૈજ્ઞાનિક પરિક્ષણ વિજ્ઞાન, ગણિત, ટેકનોલોજી, મૂલ્યાંકન,તત્વજ્ઞાન,વસ્તી શિક્ષણને લગતા સંકડો  દાર્શનિક વ્યાખ્યાનો આપેલ છે.

લેખન કાર્ય:

૧૨૦૦૦ હરિગીતિકા છંદમાં જૈન તત્વ જ્ઞાનના શ્લોકો, ૧૦૦ ભજનોની રચના કરીને પ્રકાશિત કરેલ છે,

કુલ ૨૦૦૦ પેઈજના ૫૬ પ્રકાશનોની ૫૦,૦૦૦ જેટલી નકલો ભેટ આપેલ છે.

કુલ ૧૨૫ જેટલા શિક્ષણશાસ્ત્ર , સંશોધન, મનોવૈજ્ઞાનિક લેખો વર્તમાન પત્રો તથા સામયિકોમાં પ્રકાશિત થયેલ છે. જેની ત્રણ પુસ્તિકાનો  ’જ્ઞાનતુલા’ પ્રકાશનોમાં સમાવેશ થયેલ છે, જેની ટ્રાન્સપરંસી, પ્રદર્શન વગેરે પણ તૈયાર થયેલ છે.

જૈન ભજનોનું ઓડિયો-વિડીયો રેકોર્ડીગ:

૬૨ જેટલા સ્વરચિત ભજનો ૪૦ જેટલી ઓડિયો કેસેટ્સ તથા ૧૦૦ જેટલી વીસીડી, ડીવીડીમાં આલ્બમ તૈયાર થયેલ છે. જેની હજારો  નકલો ભેટ આપવામાં આવેલ છે. પ્રોજેક્ટર મોબાઈલમાં જૈન ભજનો તથા ફ્ન પ્રોગ્રામ ડાઉનલોડ અને તેના ૩૫ ટીવી એપિસોડ પ્રસારિત થયેલ છે.

ફ્ન પ્રોગ્રામનું રેકોર્ડિંગ :

સેંકડો વિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, પેપર, જાદુના પ્રયોગોની ડી.વી.ડી., વી.સી.ડી., તૈયાર થયેલ છે. જે ભેટ આપવામાં આવે છે.